Have you ever been to Narendra Modi's blog, closely observed his online material? It seems his cyber team can only visualize him in B&W shades and would not welcome anything that did not fall in the stark white category. No, this B&W thingy was not initially their own creation. In fact, it was invented by the pseudo-secularist and pseudo-intellect outfits and the largely English-speaking media. They were the first one to see NAMO through a single eyepiece, that of complete hatred. But, I'm not sure how can this monotony, when practiced by his own supporters, help Namo's own political journey.
I had posted the following Gujarati comment on Namo's blog which got overlooked. There was nothing heinous in it. The only glitch it seemed to have was its green, red and blue observations about BJP's internal rumblings. This before the day Jashwant Singh was sacked from the party. I've been questioning about Namo's online promoters since then. They only seem to approve highly eulogizing messages in that blog. Unless they invite more generic ideas and comments, it was but hopeless to think they can help Namo's online campaign in a manner Obama's team had succeeded in doing late last year.
Those who can't read the following Gujarati font may wish to go through the jpg link instead.
http://proaudience.com/narendrabhai.jpg
===================
માનનીય શ્રી નરેન્દ્રભાઈ, તમે ગુજરાત ની વિકાસ યાત્રા ને આટલે સુધી તો લઈ આવ્યા, પણ આગળ નો માર્ગ કંટક વિહીન હોય એવું માની લેતા નહી. ૨૦૦૯ ના ચૂંટણી પરિણામોએ આ વાત ને ખૂબ સારી રીતે સીદ્ધ કરી આપી છે. ગુજરાત ની પ્રજા પણ બીજા રાજ્યો ની જેમ સારા અને ખોટા નો ભેદ ભૂલી, વંશવાદ, લઘુમતિવાદ ને જાતિવાદ માં રાચતી સત્તા લોલુપ કોંગ્રેસને આ રાજ્ય માં પણ ફરી થી પગપેસારો કરવાની છૂટ ના આપે, તે જોઈ લેવા ની જવાબદારી તમારી છે. અમે ગુજરાત નાં શુભેચ્છુઓ તમારા આ ભાગીરથ પ્રયાસ માં હંમેશ તમારી જોડે જ છીએ.
મારા જેવા અનેક ભાજપ તરફી મતદારો કે જેમણે કેશુભાઈ ના સમય થી કોંગ્રેસ વિશે વિચાર સુદ્ધાં કર્યું નથી, આગળ પણ ભાજપ ના પક્ષ માં જ રહેવાના છે. પણ, ભારતીય રાજનીતિ માં ગમે તે થઈ શકે. મને યાદ છે, કેટલાંક વરસ પહેલા જ્યારે કેશુભાઈ તરફી નેતાઓએ દિલ્હી માં ધામાં નાખી તમારા વિરોધ મા શંખનાદ કરતા થાકતા ન હતા, ત્યારે ક્ષણ વાર માટે મારા મને પણ આવો વિચાર જાગેલો કે, જો ભાજપ જાતિવાદ ના નામે ગાંધીનગર માં સત્તા-પરિવર્તન કરે, તો મારે કાંગ્રેસ ને દોઢ દાયકા પછી ફરી થી મત આપી વ્યક્તિગત રીતે બદલો લેવો. અત્યારે એ વિચાર ઉપર સ્મિત કરવાની ઇચ્છા થાય છે, પણ આવું બની શકે તે પણ સ્વાભાવિક અને સંભવ છે.
જે રીતે ભાજપ ની કેંદ્રીય નેતાગિરીએ, ચૂંટણી ના પરિણામોં પછી બધું બરાબર હોવાનુ સંદેશ આપવાની ચેષ્ટા કરી છે તે વાત ભાજપ ના છેલ્લાં સમર્થક સુધી સારી રીતે ગઈ નથી. ઘણાં લોકો આ વિષય મા અરુણ શૌરી અને યશવંત સિન્હા નું સમર્થન કરે છે. આટલી મોટી પરાજય પછી, કઈંક તો એવી મથામણ થવી જોઈતી હતી, કે જેનો સાદ ભાજપ ના છેલ્લાં માનવી સુધી જાય. કે જેથી તેને પણ લાગે કે તેના સારા અને ખોટા મંતવ્યોનું પક્ષમાં મહત્વ છે. નરેન્દ્રભાઈ, ગુજરાત માં તમારી ઉપસ્થિતિ નાં લીધે ભાજપ હજું પણ સારી પડખે ઉભું હોય તેવું દેખાય છે. પણ આવતાં દિવસો માં અને ખાસ કરી ને રાજ્ય ની વિધાનસભા ની ઉપ-ચૂંટણિયો માં જરાય ઢીલાશ બતાવતા નહીં. તમારું બધું ધ્યાન ગુજરાત ઉપર જ કેન્દ્રિત રાખો તે જરૂરી છે. દિલ્હી ભાજપ નું પછી ગમે તે થાય, તમે ગુજરાત ની લડાઈ માં કોઈ કચાશ રાખતા નહીં. બીજા લક્ષ્યાંકો તો પછી પોત-પોતાની રીતે જાતે શરણાગતિ સ્વીકારી લેશે.